જુનાગઢ ખાતે 66 K V વિસ્તાર માં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રૂ.૧,૦૦,૦૦૦ નો ખચૅ કરી જરૂરિયાતમંદ વિધવાબેનને મકાન બનાવી અર્પણ કર્યું.

જૂનાગઢ

જુનાગઢ ની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૯/૭/૨૪ ના રોજ દોલતપરા 66 K V વિસ્તાર માં અતિ જરૂરિયાતમંદ વિધવા બહેન બાવાજી પરિવારના શ્રી કંચનબેન ગાયકવાડ ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તેમજ તેમના દીકરા જેમાં એકને આંખમાં દેખાતું નથી અને બીજા દીકરાને માનસિક તકલીફ હોય, તેમના પતિશ્રીનું બે વર્ષ પહેલાં દુઃખદ અવસાન થયેલ હોય, આવા ગરીબ પરિવારની સંસ્થાને જાણ કરવામાં આવેલ. જેમાં તેમનું એક વર્ષ પહેલાં મકાન પડી ગયેલ અને પરિવાર નોંધારો થઈ ગયો હતો ..

આથી આ સંસ્થા દ્વારા તેમની જગ્યા પર દાતાઓના સહયોગથી રૂ.૧,૦૦,૦૦૦/-નો ખચૅ કરી મકાન સંડાશ- બાથરૂમ સાથે બનાવી આપવાનો સંકલ્પ કયોઁ હતો જે કામ પુણૅ થતાં સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, બટુકબાપુ તેમજ નાગભાઈ વાળા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.

જેમાં દાતાશ્રી ગોપાલભાઈ અમુભાઈ વૈઠા, રમેશભાઈ ચૌહાણ, પુષ્પાબેન જયંતભાઈ ચુડાસમા, ભાનુબેન નાગરદાસ,પ્રભાબેન દિલીપભાઈ, કિરીટભાઈ પુરોહિત વિગેરેના સહયોગથી આ જરુરીયાતમંદ વિધવા બહેન નુ મકાન બંધાવી આપેલ.

આ તકે ગિરીશભાઈ કોટેચા, પાર્થભાઈ કોટેચા, કિશોરભાઈ ચોટલીયા, દિલીપભાઈ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના શ્રી અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી,ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા વિગેરે એ આ સેવા યજ્ઞમાં પોતાનો સહયોગ આપેલ હતો.

અહેવાલ: – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)