જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર મહિનાના બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની સેવા વર્ષોથી ચાલુ છે. આ પરંપરાને આગળ વધારતા, ઓગસ્ટ મહિનામાં સાતમ-આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન તહેવાર નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૦-૦૮-૨૦૨૫, રવિવારે, આદર્શ પ્રાયમરી સ્કૂલ, દુબડી પ્લોટ, ગરબી ચોક, જુનાગઢ ખાતે ૫૦ જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ, મીઠાઈ અને ફરસાણના ૨૪ વિવિધ આઈટમ્સનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તેલ, ખીચડી, ખાંડ, ચાની ભૂકી, ચોખાના પૌવા, મકાઈના પૌવા, મીઠું, ચટણી, હળદર, ઘાણાજીરું, ચણાનો લોટ, મેંદાનો લોટ, ચણા, ચણાની દાળ, સફેદ વટાણા, સિંગદાણા, ન્હાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, પાવડર, મિક્સ મીઠાઈ, મમરાની થેલી, મિક્સ ચવાણું, ફરાળી ચેવડો અને પારલે બિસ્કિટનો સમાવેશ થયો.
આ પ્રસંગે બટુક બાપુ, નિકુંજભાઈ ચોક્સી, દીપકભાઈ આર્ય, અભયભાઈ ચોક્સી, નરસિંહભાઈ વાઘેલા, જતીનભાઈ પાલા, નિકુંજભાઈ ભાલાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, પ્રવિણાબેન વાઘેલા, કુમુદબેન ઠાકર, વર્ષાબેન મોનાણી, રમીલાબેન ઘુચલા, ભાવનાબેન કે. વૈષ્ણવ, રોશનીબેન ઘુચલા સહિત અનેક સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા.
આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ વિશેષ જહેમત ઉઠાવી અને સમગ્ર ટીમે ઉમંગપૂર્વક યોગદાન આપ્યું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ