જુનાગઢ જિલ્લાના અજાબ ગામે ઈફકો અને અજાબ સહકારી મંડળી ના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવાના છંટકાવ ની શરૂઆત કરવામાં આવી.

જુનાગઢ

અજાબ સહકારી મંડળીના હોદ્દેદારો ના હસ્તે શ્રીફળ વધેરી ને શુભારંભ કરવામાં આવ્યો હતો.જુનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ અજાબ સહકારી મંડળીએ આ સાહસ કરેલ છે કાયમી ખેતી ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે અજાબ.શાકભાજીમા દેશમાં સૌ પ્રથમ વ્યાપારી ધોરણે કંટોલાની ખેતીની શરૂઆત પણ અજાબ ગામના ખેડૂતોએ કરી હતી.

આ ડ્રોન બાબતે મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરા એ જણાવ્યું કે આ ડ્રોન દ્વારા દવાના છંટકાવ માટે ગુજરાત સરકાર ભાડામાં ઘણી મોટી સબસિડી આપશે જે બાબતે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે જેના કારણે ખેડૂતોને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં પોષાય તેવા ખર્ચે કામગીરી થશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)