જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 નો પ્રાકૃતિક ઉત્સવ ને ઉજવણી શાંતાબેન સભા ગ્રહ વિનય હાઈસ્કૂલ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું..

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ખાતે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભારમાં રવિ કૃષિ મહોત્સવ ની કરવામાં આવી છે ત્યારે ભેસાણ ખાતે રવી કૃષિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્ય ના ખેડૂતોને રવિ સિઝન માં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિક તા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્રા પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિ સંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજી નું જ્ઞાન મળી રહે તેમ જ પ્રદસની સ્ટોલ મારફત વિવિધ વિભાગો ની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યો હતો આ તકે દરેક વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ યુનિવર્સિટી જુનાગઢ તેમજ બાગાયત વિભાગ જુનાગઢ તેમજ સ્ટેટ બેન્ક ભેસાણ મિશન મંગલમ આરોગ્ય વિભાગ વન વિભાગ તેમજ ખેતીવાડી વિભાગ ના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા.

જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા અને તમામ ખેડૂતોને ખેતી વિશે તેમ જ અન્ય વિભાગો દ્વારા પોત પોતાના વિભાગની માહિતગાર કાયા હતા આ તકે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડું કથીરિયા તેમજ ભેંસાણ ના મામલતદાર શ્રી પારગી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરિસ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ.એમ. ગધેસરિયા સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ માંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એ.એમ . પોલરા તેમજ જિલ્લા પશુપાલન નથી શ્રી પાનેરા સાહેબ સહિતના ભેંસાન તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકાના નાની અનામી પદ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમને ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જેમ જ ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું..

અહેવાલ : કાસમ હોથી (ભેસાણ)