જુનાગઢ જિલ્લાના માંગરોળ એકતા ફાઉન્ડેશન આયોજીત પાંચમોં મહા રક્તદાન કેમ્પ યોજાયો

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા ઈદ મિલાદુન નબવીના પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે પાંચમોં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 162 જેટલા રક્તદાઓએ રકતદાન કર્યું હતું, .

એક્તા ફાઉન્ડેશન માંગરોળ દ્વારા નાથાણી બ્લડ બેન્ક રાજકોટ અને લાઈફ લાઇન બ્લડ બેન્ક જુનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં એક્ઠુ કરેલ રક્ત થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ, બ્લડ કેન્સરના દર્દીઓ અને અકસ્માત જેવા કેસોમાં મદદરૂપ થઈ શકે તેવા હેતુથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

આ રક્તદાન કેમ્પમાં માંગરોળ વિવિધ સામાજિક રાજકીય સંસ્થાઓના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી.એકતા ફાઉન્ડેશન દ્વારા પાંચ સફળ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં 1000 થી વધુ રક્તની બોટલો એકઠી કરવામાં આવી છે.આ બ્લડ કેમ્પને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશનના તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)