જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય પરિવારોને પોતાના જ ગામમાં રોજગારી મળે તે હેતુથી રોજગાર દિવસની ઉજવણી કરી.

જુનાગઢ

રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની સૂચના મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મનરેગા યોજનાના સુચારું અમલીકરણ માટે તા. ૦૬/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લાના કુલ ૪૮ ગામોમાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું

રોજગાર દિવસનો મુખ્ય હેતુ ગ્રામીણ કુટુંબોને મનરેગા યોજના અંતર્ગત રોજગારીની તકો બાબતે જાગૃત કરવાની છે. જે અંતર્ગત રોજગારી મેળવવા પાત્ર પરિવારોની નોંધણી કરવી, ઉંમર લાયક વ્યક્તિઓને સામેલ કરવા તેમજ ગ્રામજનો તરફથી રજૂ થતી રજૂઆતોનું નિરાકરણ લાવવું. વ્યક્તિગત કામના લાભાર્થીની ઓળખ કરવી, કરવા લાયક સામૂહિક કામોની માહિતી મેળવવા સહિતની કામગીરી કરવામાં આવી. ગ્રામ લોકોને યોજનાના ઉદેશ અને યોજના અંતર્ગત સત્વરે હાથ ધરી શકાય તેવા કામો બાબતે માહિતગાર કરવામાં આવ્યા. ઉક્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ ઉક્ત કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)