જુનાગઢ જિલ્લામાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ ઉજવણી કરાઈ.

જુનાગઢ

ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ડેન્ગ્યું/ચીકનગુનિયા રોગો ફેલાવે છે. ચોમાસા ઋતુમાં વરસાદી પાણીના નાના મોટા પાણી ના ભરાવાથી મચ્છર પેદા થાય છે. જે નાના મોટા ભરાયેલ પાણી નો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મુકી શકતા નથી આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.

ભારત સરકાર દ્વારા જુલાઈ માસ ડેન્ગ્યું વિરોધી માસ ની ઉજવણી અમલમાં મુકવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ ઉદેશને સાકાર કરવા સઘન ઝુંબેશ શરુ કરેલ છે. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન કરી અને આરોગ્ય કર્મચારીઓની ૬૦ ટીમો બનાવી અને તા.૦૧/૦૭/૨૦૨૪ થી ૩૧/૦૭/૨૦૨૪ સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત ૭૪૦૦૦ ધરોમાં સર્વલન્સ કરવામાં આવશે જેમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ધરોમાં મચ્છર ઉત્પતિ સ્થાનો શોધવામાં આવશે જેનો નાશ કરવામાં આવશે તદઉપરાંત ગંદા પાણીના ખાડાઓમાં બળેલ ઓઈલનો છંટકાવ કરી મચ્છર ઉત્પતિ અટકાવવા કામગીરી કરવામાં આવનાર છે.

NVBDCP પ્રોગ્રામ અંતર્ગત જાહેર કરેલ દર વર્ષ ની જેમ જુલાઈ માસ ડેન્ગ્યું વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યું જેવા વાહક્જન્ય રોગો ના અસરકારક નિયંત્રણ /નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમ થી જનજાગૃતિ કેળવવા જનસમુદાય ની સક્રિય ભાગીદારી મેળવવા જુદી જુદી કામગીરી કરવામાં આવનાર છે.

ડેન્ગ્યું વિરોધી માસની ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જુનાગઢ મહાનગર પાલિકા વિસ્તારમાં આરોગ્ય કાર્યકરો તથા આશાની ૬૦ ટીમો દ્વારા દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં હાઉસ ટુ હાઉસ રૂબરૂ ધરોની ફિલ્ડ મુલાકાત કરી સર્વેલન્સ , પોરાનાશક ,આરોગ્ય શિક્ષણ કામગીરી માં રેલીઓં બેનર અને પોસ્ટર લગાવવા પત્રિકા વિતરણ અન્ય આરોગ્ય શિક્ષણ કામગીરી ની કામગીરી ની ઝુંબેશ તા ૦૧-૦૭-૨૦૨૪ થી ૩૧-૦૭-૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવેલ છે.

વાહકજન્ય રોગનો લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવા ની જરૂર નથી ડેન્ગ્યું /મેલેરિયા /ચીકુન્ગુનીયા તાવના લક્ષણો જણાય તો નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર /સામુહિક આરોગ્ય કેન્દ્ર /સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકર નો તાત્કાલિક સંપર્ક કરીને લેબોરેટરી પરીક્ષણ કરાવી સારવાર લેવા વિનંતી.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ધનીષ્ઠ પ્રયત્નોને સફળતા મળે તે માટે
(૧) આપના ઘર તથા આજુબાજુ પાણીના ખુલ્લા પાત્રો કે પાણીના ભરવાઓ ન રહેવા પામે તેવી કાળજી લેવી.
(૨) ચોમાસા દરમ્યાન વરસાદનુ પાણી ભરાઈ શકે તેવા નાના મોટા પાત્રો નો નિકાલ કરવો.
(૩) અઠવાડિયામાં એકવાર અગાશી પર ભરાયેલ પાણી સાફ કરવું
(૪) ઘરની આજુ બાજુ અથવા અગાશી ઉપર વરસાદનુ પાણી ભરાય તેવો ભંગાર કે ટાયર નો નિકાલ કરવો
(૫) ઘર મચ્છર વિરોધી ઇલેક્ટ્રિક ઉપકરણો દિવસ-રાત ચાલુ રાખવા
(૬) બારીમાં મચ્છર પૂફ જાળી લગાવવી આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા.
(૭) નાના બાળકો અને સગર્ભા માતાને મચ્છરદાનીમાં સુવડાવવા ખુબજ જરૂરી છે.
(૮) સખત અને સતત તાવ આવવો તથા શરીરમાં વધુ પડતો દુઃખાવો કે કળતર થાવી,માથું સખત દુઃખવું

જેવા લક્ષણો જણાય તો ડેન્ગ્યું ની તપાસ કરાવી ક્વોલીફાઇડ ડોક્ટર પાસે જ સારવાર લેવી જરૂરી છે.

આપણા શહેરને ડેન્ગ્યું/મેલેરિયા/ચીકુન્ગુનીયા ના સંભવિત રોગચાળા થી મુક્ત રાખવા સૌ સાથે મળી પ્રયત્નો કરવા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)