જુનાગઢ ના રહેવાસી હર્ષિત મહેતાએ કર્યું પ્રથમવાર મતદાન.

જુનાગઢ તા.૧૬. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માં ફર્સ્ટ ટાઈમ વોટર હર્ષિત જીગ્નેશભાઈ મહેતાએ પોતાનો વોટ આપ્યા બાદ જણાવ્યું હતું કે “હું જૂનાગઢનો રહેવાસી છું તેથી જૂનાગઢના સારા ભવિષ્ય માટે હું મારા એકમાત્ર મત નો ઉપયોગ કરીને તેમાં સહભાગી થઈ શકું છું તેવી જ રીતે જો દરેક નાગરિકો પોતાના મતની કિંમત સમજીને મતદાન કરે તો આપણી લોકશાહીનો યોગ્ય ઉપયોગ કર્યો ગણાય, મતદાન મથકના શાંતિપૂર્ણ માહોલ ની વચ્ચે મારા પરિવાર સાથે પ્રથમ વખત મતદાન કર્યું તેનો મને ખૂબ જ આનંદ છે. હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે તેઓએ પોતાના મતદાન અધિકારનો ચોક્કસ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.” તેઓ પ્રતિભાવ આપ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)