જુનાગઢની ખ્યાતનામ નોબલ યુનિવર્સિટી ખાતે તારીખ. ૧૪ ડિસેમ્બર,૨૦૨૪ નાં રોજ પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા MBA, MCA,DMLT,M.Pharm, M.Com, Msc, M.Tech સહિત વિવિધ વિદ્યાશાખા ના ૩૬૪ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.વર્ષ ૨૦૦૭ માં સ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનને વર્ષ ૨૦૨૨ માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સીટી નો દરજ્જો મળ્યા પછીનો આ પ્રથમ પદવીદાન સમારોહ નું આયોજન કરવામાં આવેલું હતું.
આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.એમ.એન. પટેલ સાહેબ તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી નિલેશભાઈ ધુલેશિયા અધ્યક્ષ પદે હાજરી આપી હતી સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કૉ – મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે.ડી.પંડ્યા અને કુલપતિ ડૉ.એચ.એન.ખેર આ સમહરોને ગૌરવ્યૂ હતું અને વિદ્યાર્થીઓ નાં ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાં પાઠવવા માં આવી હતી. આ માહિતી રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી દ્વારા જાહેર કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)