‌ જુનાગઢ માંગરોળ પીજીવીસીએલ માં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કાંતીભાઇ ચાવડા નું નિવૃતી વિદાય સન્માન સમારંભ યોજાયો..

જુનાગઢ જિલ્લાના માંગરોળ પીજીવીસીએલ કર્મચારી લાઇન ઇન્સ્પેક્ટર કાંતીભાઇ ચાવડા વય મર્યાદાને લઇને નિવૃત થતા ભવ્ય વિદાય સન્માન સમારંભ બજરંગ વાડી ખાતે યોજાયો હતો

 

માંગરોળ પીજીવીસીએલ (લાઇનમેન) લાઇન ઇન્સ્પેક્ટર તરીકે પી.જી.વીસી.એલ માં ફરજ ઉપર નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક નોકરીમાં 40 વર્ષ પૂર્ણ કરતા માંગરોળના કાંતીભાઇ ચાવડા વય મર્યાદાના કારણે જીઇબી માંથી નિવૃત થતા બજરંગ વાડી ખાતે પીજીવીસીએલ અધિકારીઓ તેમજ સ્ટાફ કર્મચારીઓ હીંદુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મિત્ર મંડળની ઉપસ્થિતીમાં વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

 

અ અવસરે આગેવાનો દ્વારા કાંતીભાઇ એ નોકરી દરમિયાન કરેલ કામગીરીની આવડત અને તેમની સુઝબુઝ ને બિરદાવી હતી અને સાથે સાથે તેમની સામાજિક સેવાઓ કરી રહ્યા છે તે બદલ તેમને ખુબ બિરદાવેલ હતા અને કાંતીભાઇ ને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, માંગરોળ- ડીવાયએસપી દીનેશ કોડીયાતર સાહેબ, મેરામણભાઇ યાદવ, મુસ્લિમ સમાજના પ્રમુખ મહમદહુશેન જેઠવા (ઝાલા), બીઆરએસ કોલેજ પ્રિન્સીપાલ પુરોહિત સાહેબ, પીજીવીસીએલ અધિકારી દુલેરા સાહેબ તેમજ આગેવાનો દ્વારા નારીયલ પડો આપેલ તેમજ પીજીવીસીએલ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ મુવમેન્ટો આપી સન્માન કરી ભાવભેર વિદાય અપાઈ હતી.

 

આ પ્રસંગે કાંતીભાઇ એ પોતાની નિવૃતીનો સમય પરીવાર સાથે તેમજ સમાજ સેવામાં અને હનુમાન દાદાની ની સેવામા પસાર કરશે તેવુ જણાવેલ હતુ,

 

આ નિવૃતી વિદાય સન્માન સમારંભમાં માંગરોળ શહેર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ ના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં તેમના મિત્ર મંડળ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)