જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન, ઉર્મિલાબેન ઝાલા નું સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યુ*

*જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન, ઉર્મિલાબેન ઝાલા નું સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યુ*

 

 

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું, ૫૭ વર્ષના ઉર્મિલાબેન ઝાલા, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્રેઇન ડેથ ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી.

સ્વજન દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી. સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવર તથા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ.

અંગદાનમાં મળેલા અંગોમાથી લીવર અને બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલ ની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ અને બંને કોર્નિયા મજૂરી આઈ કલેક્શન સેન્ટર, જુનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા.

 

 

*જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેનો નો આ પ્રથમ કિસ્સો હતો…*

 

 

ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ એ સિવિલ હોસ્પિટલ થી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવી આપેલ.

આ કામગીરીમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્મેન્ટ ડૉ. સિકોત્રા એનેસ્થેશિયા વિભાગના ડૉ.હેતલ કાનાબાર ડૉ.ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડૉ. કુલદીપ વાણવી એ જહેમત ઉઠાવેલ હતી જેમાં હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી.

 

 

 

અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )