જુનાગઢ શહેરના સિવિલ હોસ્પિટલ નજીકથી નાગેશભાઈ કારાભાઈ સિંગલની સફેદ રંગની એક્ટીવા GJ-11-BE-8864 (કિંમત રૂ. 20,000/-) કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હતી. ઘટના અંગે “A” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.કે. પરમારના માર્ગદર્શન મુજબ ગુનાનિવારણ શાખાના પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડાએ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
જેલ રોડ પાસે ચોરીની મો.સા. સાથે શંકાસ્પદ રીતે ફરતા ઇસમ અમીન હાજીભાઈ ભટ્ટી પકડી પડાયો હતો. તેની પાસેથી ચોરી ગયેલી મો.સા. મળી આવતા ગુન્હો ગણતરીની કલાકોમાં ઉકેલાયો હતો. આગળની તપાસ એ.એસ.આઈ. બી.એ. રવૈયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીનું નામ:
અમીન હાજીભાઈ ભટ્ટી (ઉ.વ. 49)
રહે – ભેસાણ પરબ રોડ, જી.ઇ.બી. સામે, ૧૦૦ વારીયા
જપ્ત મુદામાલ:
એક્ટીવા GJ-11-BE-8864 (કિંમત રૂ. 20,000/-)
સારી કામગીરી કરનાર સ્ટાફ:
પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, પો.સબ.ઇન્સ. પી.એચ. મશરૂ, એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા, પંકજભાઈ સાગઠીયા, પો.હેડ કોન્સ. ટી.બી. સિંધવ, પો.કોન્સ. કલ્પેશ ચાવડા, જીગ્નેશ શુકલ, વિક્રમ છેલાણા, નીતીન હીરાણી, અજયસિંહ ચુડાસમા, જયેશ કરમટા, નરેંદ્ર બાલસ, જુવાન લાખણોત્રા, રાહુલ મેઘનાથી, ખુશ્બુબેન બાબરીયા, પાયલબેન વકાતર
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ