જૂનાગઢથી બિહાર ચૂંટણી માટે વિશેષ યાત્રા.

જૂનાગઢ મહાનગર ભાજપ મહિલા મોરચાની પૂર્વ પ્રમુખ જ્યોતીબેન વાડોલીયા આજે બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે રવાના થયા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર રાજ્યની 180 બખતિયારપુર વિધાનસભા બેઠક પર યોજાનાર ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારના પક્ષે જમીન પર પ્રચાર કાર્યમાં જોડાશે.

આ યાત્રા ભાજપ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની અધ્યક્ષા દિપીકાબેન સરાડવાની સૂચના અને જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ છે.

જ્યોતીબેન વાડોલીયાને રવાના કરવા માટે આજે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શિતલબેન તન્ના, પલ્લવીબેન ઠાકર, કનકબેન વ્યાસ, ભાવનાબેન માળી, મીનાબેન મહેતા તથા હીનાબેન મકવાણા ઉપસ્થિત રહી તેમને પુષ્પગુચ્છ અને હારથી સન્માનિત કરી શુભેચ્છાઓ આપી હતી.

મહિલા મોરચાના વિવિધ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બિહાર ચૂંટણી પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ માહિતી સંજય પંડ્યાની યાદી દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ