જૂનાગઢનાં ચોકી કેમ્પસના ફાયરીંગ વિસ્‍તારમા પ્રવેશબંધી.

જૂનાગઢ

રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે આવેલ કેમ્પસ વિસ્તાર ખાતે તા.૧૫/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ સમય દરમિયાન રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) જિ.જૂનાગઢના મીનીચર રેન્જ ફાયરીંગ બટ વિસ્તાર તથા તેની આજુબાજુના ૧ કીમી વિસ્તારમાં અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીએ તેમને મળેલ સત્તાની રુએ તાત્કાલીક અસરથી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી સવારે ૬-૩૦ થી ૧૧.૦૦ કલાક સુધી તેમજ બપોર બાદ ૧૬.૦૦ કલાકથી ૧૯.૦૦ કલાક સુધી જાહેર જનતા/રાહદારીઓ/વાહનોની પ્રવેશબંધી ફરમાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)