જૂનાગઢનાં બફેલરેન્જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તારમાં પ્રવેશબંધી

જૂનાગઢ તા.૧૮/૧૧ પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બીલખા રોડ, જૂનાગઢ ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ સુધી સવારે ૬-૦૦ થી સાંજે ૧૯-૦૦ કલાક દરમિયાન રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય, આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

      ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોય, જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ. ચૌધરીને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂએ પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે તેની આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે.

    આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૨૫/૧૧/૨૦૨૪ સુધી સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી (દૈનિક ધોરણે) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ- આંક-૨૨ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

 

 

               

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)