જૂનાગઢઃ
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાએ એક યાદીમાં જણાવેલ છે કે, વર્તમાન સ્થિતિમાં ખૂબ જ ગરમીના કારણે પશુ, પંખીઓ સહિત લોકોને પારાવાહિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જુનાગઢ શહેર તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે
જૂનાગઢની સ્મશાન ભૂમિમાં પોતાના સગા, સંબંધી, સ્વજનો ની અંતિમ વિધિ કરવા આવતા હોય છે.
ગિરનાર દરવાજા પાસે અંતિમ વિસામા સ્થાને ડાઘુઓને મૃતાત્મા ને પ્રદક્ષિણા કરવામાં હાલની કાળજાળ ગરમીનો સામનો કરવો પડતો જોવા મળતા, જેને ધ્યાનમાં લઈને ગિરનારી ગ્રુપના સભ્યો દ્વારા સ્મશાનયાત્રામાં આવતા સ્વર્ગવાસી ના નજીકના સ્વજનો ઉઘાડા પગે મૃતદેહ ની પ્રદક્ષિણા ફરતા હોય છે. ત્યારે એવા ડાઘુઓને પ્રદક્ષિણા કરવામાં રાહત મળે એ હેતુથી આ અંતિમ વિસામા ને ફરતે ગ્રીન નેટ પાથરવામાં આવેલ છે જેનાથી ડાધુઓ ને થોડી રાહત મળી રહેશે.
ગ્રીન નેટ (ફ્લોરિંગ)પાથરવામાં આવ્યું.
આ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ દિનેશભાઈ રામાણી, પરેશભાઈ સાવલિયા, સમીરભાઈ ઉનડકટ, બીપીનભાઈ ઠકરાર, અશોકભાઈ ચાંડેગરા સહિતના લોકોએ પોતાની સેવા આપેલ હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)