જૂનાગઢના બાંટવામાં વરસાદ પડતા જ નગર પાલિકાની પોલ ખુલી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના માણાવદર તાલુકાના બાંટવા માં માત્ર પોણા પાંચ ઇંચ વરસાદ પડતા જ મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા અને મુખ્ય રોડ ની દુકાનો માં પણ પાણી ઘુસી ગયા હતા નાનડીયા રોડ થી કાપડ બજાર સુધી અને ભીમનાથ રોડ તેમજ પોલીસ ચોકી પાસે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતાત્યારે ઘેલી વિસ્તારમાં રહેતા માલધારીઓ ના ઘરમાં પાણી ઘૂસી ગયા અનેક પ્રકારની નુકસાની થઈ રહી છે

લોકોનું કહેવું છે કે પાલિકાની પ્રી મોનસુન કામગીરી માત્ર કાગળ પરજ કરવામાં આવી હોય અને કામગીરી ના નામે પૈસા ચાઉ થઈ ગયા હોવા ના લોકો માં આક્ષેપો પણ થઈ રહ્યા છે હાલ પાણીના નિકાલ માટેના કોઈપણ સ્ત્રોત ખુલ્લા કરવામાં આવેલા ન હોય અને મુખ્ય કારણ ભૂગર્ભ ગટર જામ હોવાનું લોકો બતાવી રહ્યા છે આ અગાઉ વર્ષો પહેલા જ્યારે એક જ રાતમાં 24 ઇંચ વરસાદ થતા આવી સ્થિતિ સર્જાણી હતી તેવી પરિસ્થિતિ આજે માત્ર પાંચ ઇંચમાં થઈ છે.

ઘેલી પુલ વિસ્તાર કાપડ બજાર શિવાજી ચોક ભીમનાથ રોડ શાકમાર્કેટ વગેરે વિસ્તારોમાં હાલ પાણી ભરાયા. છે અને નુકસાની પણ એટલીજ જોવા મળી રહી છે વેપારીની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયેલા છે આ પાલિકાના વહીવટદાર ના પાપે આ સ્થિતિ સર્જાણી હોય તેવું લોકો કહી રહ્યા છે.

અહેવાલ:- જગદીશ યાદવ (જૂનાગઢ)