જૂનાગઢના મજેવડી ગામમાં કરાયું આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન.

જૂનાગઢ

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન થયું હતું. મેડીકલ ઓફિસર શ્રી દિગ્નેશ વાછાણીએ PHC કક્ષાએ આરોગ્ય લક્ષી કેમ્પ યોજી વિવિધ તબીબોએ તેમની સેવાઓ પૂરી પાડી હતી. ડૉ.વર્ષા રાદડિયા, ડૉ.હિમાક્ષી કોટડિયા (સર્વાઈકલ કેન્સર), ડૉ.ઠેસિયા (ગાયનેકોલોજિસ્ટ) તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સબસેન્ટર ફિમેલ હેલ્થ વર્કર સહભાગી બન્યા હતા.

આ કેમ્પમાં લાભાર્થીઓને, (૧) સગર્ભા બહેનોની તપાસ, (૨) વી.આઈ.એ.ટેસ્ટ, (૩) બ્રેસ્ટ કેન્સર અને સર્વાંઈકલ કેન્સર માટે પ્રાથમિક તપાસ તેમજ જનરલ પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. સગર્ભાઓ માટેની પૌષ્ટિક વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. આ વાનગી કેવી રીતે બનાવવી અને તેના ઉપયોગ-ફાયદાઓ વિશે આયુષ મેડીકલ ઓફિસર ડૉ.મનિષા સોજીત્રા અને સ્ટાફ દ્વારા સમજણ આપવામાં આવી હતી. ગુપ્ત રીતે થતા કેન્સર રોગ સામે જનજાગૃત્તિ આવે તે માટે કેમ્પમાં તબીબી, મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ગ્રામજનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)