જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ઇટાળી ગામમાં સરપંચ વિરુદ્ધ દલિત સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો

📍 બ્રેકિંગ ન્યૂઝ – માળીયા હાટી ના ઇટાળી ગામથી🎙 અહેવાલ: પ્રતાપ સીસોદીયા (માળીયા હાટીના)

🅱️ એંકર:
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ઇટાળી ગામમાં સરપંચ વિરુદ્ધ દલિત સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સરપંચ દ્વારા બિનકાયદેસર પેશકદમીના આક્ષેપો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

📌 વિગતવાર:
દલિત સમાજના આગેવાનો તથા ગામના અન્ય લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે સરપંચે ગામની સરકારી જમીન પર પેશકદમી કરી છે.

📁 પુરાવા સાથે રજૂઆત:
મામલતદારને આપેલા આવેદનપત્ર સાથે પેન ડ્રાઈવમાં વીડિયો અને દસ્તાવેજી પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે.

🗣️ બાઈટ – નીતા બેન (ગ્રામજન):
“અમે અમારી જમીન છોડી શકીએ એ પહેલાં સરપંચ પોતે પેશકદમી દૂર કરે, એ જરૂરી છે.”

🗣️ બાઈટ – ભરત સૌંદરવા (દલિત આગેવાન):
“નાના સમુદાયોની પેશકદમી તો તરત તોડાઈ જાય છે, પણ મોટા લોકો માટે નિયમો અલગ કેમ?”

📋 તાલુકા અધિકારીની સ્પષ્ટતા:
📣 મિલન પાવરા – તાલુકા વિકાસ અધિકારી
“કોઈ જાતિ કે ધર્મના આધારે ભેદભાવ નહીં રાખી શકાય. પેશકદમી હટાવવાનું કામ નિયમિત રીતે થશે.”

📌 ગ્રામજનોની માંગ:
આવેદનપત્રમાં સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે તથા કાયદેસર તપાસ થાય એ માટે અપીલ કરવામાં આવી છે.

📍 અંતે:
હવે જોવાનું એ છે કે મામલતદાર અને જિલ્લા તંત્ર કેવી કાર્યવાહી કરે છે અને પેશકદમી વિવાદમાં કઈ રીતે ન્યાય મળે છે.