જૂનાગઢના મેંદરડામાં આર્થિક સુખાકારી ધરાવનારને સ્વેચ્છાએ એન.એફ.એસ.એ યોજનામાથી નામ કમી કરવા અપીલ કરાઈ.

જૂનાગઢ

સરકારશ્રી દ્વારા વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબોની યોજના છે. જેથી ચાર પૈડાવાડા મોટરકાર, ટ્રેકટર, ટ્રક બસ વગેરે વાહનો તથા યાંત્રીક માછમારીની બોટ ધરાવવતા હોય, કુટુંબોનો સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબની માસીક આવક ૧૫ હજાર રૂપિયાથી વધુ હોય, કુટુંબનો સભ્ય આવકવેરો, વ્યવસાય વેરો ચુકવતો હોઇ, જે કુટુંબ ૫ એકર કે તેથી વધુ જમીન ધરાવતા હોય, કુટુંબનો કોઈ સભ્ય સરકારી પેન્શનર હોય અથવા કુટુંબ આર્થીક સુખાકારી સધ્ધરતા ધરાવતા હોય તો આવા કાર્ડ ધારકોએ સ્વેચ્છાયે એન.એફ.એસ.એ યોજના અંતર્ગત પોતાનું રેશન કાર્ડ આ યોજના માંથી કમી કરાવવું. નામ કમી કરવા માટે મામલતદાર કચેરી, જૂનાગઢ શહેરની પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડની નકલ જોડી અરજી સ્વરૂપે રજૂ કરવા જણાવવામાં આવે છે.

જો તેમ કરવામાં ચુક થશે તો ઝુંબેશ રૂપી તપાસમાં આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડે તો વહાવટ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પાત્રતા ન ધરાવતા હોવા છતા લેવામાં આવેલ સરકારી રાશનની બજાર કિંમત મુજબની રકમ વસુલ કરવામાં આવશે તેવુ મામલતદાર કચેરી મેંદરડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ