જૂનાગઢમાં ઉર્ષ મેળા નિમિત્તે સ્ટોલ માટે જાહેર હરરાજી આગામી તારીખ ૨૫ ઓગસ્ટના યોજાશે.

જૂનાગઢ, તા.20 ઓગસ્ટ – જૂનાગઢ શહેરમાં આવેલ ઉપલા/નીચલા દાતાર ખાતે દર વર્ષે યોજાતા ઉર્ષ મેળાની ઉજવણી આ વર્ષે તારીખ ૦૨/૦૯/૨૦૨૫ થી ૦૬/૦૯/૨૦૨૫ સુધી મુસ્લિમ તારીખ મુજબ ભવ્ય રીતે યોજાવાની છે.

તે અનુસંધાને નીચલા દાતાર પાસે દાતાર ટ્રસ્ટની માલિકીની ઉર્ષ મેળાની રીઝર્વ ખુલ્લી જમીન પર સ્ટોલ ફાળવણી માટે જાહેર હરરાજી રાખવામાં આવી છે. આ હરરાજી ૨૫/૦૮/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર ખાતે યોજાશે.

હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકોએ સમયસર હાજર રહેવા જણાવાયું છે. હરરાજીમાં જોડાતા દરેક વ્યક્તિએ ડીપોઝિટ પેટે રૂ. ૧૫,૦૦૦/- જમા કરાવવાનો રહેશે. સ્ટોલ માટેની અપસેટ કિંમત રૂ. ૧,૪૫,૦૦૦/- નક્કી કરાઈ છે.

હરરાજી શરૂ થાય તે પહેલાં સંબંધિત તમામ શરતો વાંચી સંભળાવવામાં આવશે અને તે તમામને બંધનકારક રહેશે.

👉 તેમ મામલતદાર, જૂનાગઢ શહેરની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ