જૂનાગઢમાં કામે રાખનાર માલિક- કોન્ટ્રાક્ટરે શ્રમિક, કર્મચારી, અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવાની રહેશે.

જૂનાગઢઃ

જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુન્હાઓમાં કારખાના, મકાન બાંધકામ, ઔદ્યોગિક વસાહતો ફેક્ટરીઓ, ખેતી, હીરા ઉદ્યોગમાં તેમજ વેપાર- ધંધામાં મજૂર તરીકે કામ કરતા કારીગરો આ પ્રકાર ના ગંભીર ગુન્હા આચાર્ય બાદ અન્ય જિલ્લા/રાજ્યમાં નાશી જતા હોય છે. જેથી ગુન્હાઓ વણશોધાયેલા રહેવા પામે છે. તેમજ ઘણા કિસ્સાઓમાં તેમના વતનમાં કે અન્ય શહેરમાં ગંભીર ગુન્હાઓ આચરી જૂનાગઢ જિલ્લામાં આશરો લેતા હોય છે.

જૂનાગઢ જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતિ જાળવવા સારું આવા મજૂરો કારીગરોની વિગતો/માહિતી રાખવા માટે સી.આર.પી. સી. કલમ-૧૪૪ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીને ફોજદારી કાર્યરતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લા વિસ્તાર માં તમામ રસ્તાનું કામ કરનાર સરકારી/પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો, ખેડૂતો, સફાઈ કોન્ટ્રાક્ટરો, કારખાનેદારો, ઔદ્યોગિક વસાહતો, ફેક્ટરીઓ, ગોડાઉનો, મકાન બાંધકામ બિલ્ડરો, ફાઉન્ડ્રરી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી તેમજ ઉદ્યોગધંધા સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેક્ટરોના માલિકોએ અને મેનેજમેન્ટ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે. તેવા કાયમી કે હંગામી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ/કારીગરો/મજૂરોની માહિતીમાં કામે રાખનાર માલિક/કોન્ટ્રાક્ટરનું નામ, સરનામું, મોબાઈલ નંબર, કારખાનું/યુનિટ કંપનીનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ધંધાની વિગત, કામે રાખેલ મજૂર/કર્મચારી/કારીગર/ભાગીયાનું પૂરું નામ, હાલનું સરનામું તથા મોબાઈલ નંબર, મજૂર/કર્મચારી/કારીગર/ભાગીયાનું મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નંબર, મજુર/કર્મચારી/કારીગર/ભાગીયાના નોકરી પર રાખ્યાની તારીખ, મજુર/કર્મચારી/કારીગર/ભાગીયા અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળનું નામ, સરનામું તથા માલિકનું પૂરું નામ, સરનામું તથા મોબાઈલ, ટેલીફોન નંબર, મજુર/કર્મચારી/કારીગર/ભાગીયા કોના પરિચયથી નોકરીયા રાખેલ છે તે વ્યક્તિનું પૂરું નામ, સરનામું તથા મોબાઈલ, ટેલીફોન નંબર, મજુર/કારીગર/કર્મચારી/ભાગીયાના માતા-પિતા ભાઈ-બહેનના પુરા નામ, સરનામાં તથા મોબાઈલ, ટેલિફોન નંબર, મજુર/કર્મચારી/કારીગર/ભાગીયાના પરિણીત હોય તો તેના સાસુ-સસરા, સાળાના નામ, સરનામાં તથા મોબાઈલ નંબર, હથિયાર ધરાવતા હોય તો તેની વિગત, મજુર/કર્મચારી/કારીગર/ભાગીયા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા ઓળખ ચિન્હ સહિતની માહિતીનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.

પત્રક સ્વરૂપે આ માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને સાત દિવસમાં મોકલવાની રહેશે

નવા મજૂરોને કામ પર રાખ્યાની તથા જૂના મજૂરોને છુટા કર્યાની તારીખથી ૪૮ કલાકની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.
આ જાહેરનામુ તાત્કાલીક અરસથી તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાંના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાંના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)