જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ મુલતવી રાખાયો.

જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ (Kala Mahakumbh) અત્યારે હવામાન પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે.

📍 કલા મહાકુંભનું આયોજન તારીખ ૨૩ અને ૨૪ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળ, જૂનાગઢ ખાતે થવાનું હતું. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એન.ડી. વાળા દ્વારા જણાવાયું કે –

“હાલ પૂરતા માટે સ્પર્ધાઓ મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ નક્કી થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.”

📌 સંબંધિત તમામ આચાર્યો, ઝોન તથા તાલુકા કન્વીનરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાંથી ભાગ લેનારા સ્પર્ધકોને આ અંગે તાત્કાલિક જાણ કરે.
📌 સ્પર્ધકોને નવી તારીખ અંગેની જાણકારી માટે પોતાના તાલુકા અથવા ઝોન કન્વીનરો સાથે સંપર્કમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
📌 ઉપરાંત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ તેમજ કચેરીની ફેસબુક આઈડી – Dydo Junagadh મારફતે પણ તાજી માહિતી મેળવી શકાશે.

આ વર્ષે યોજાનારા કલા મહાકુંભમાં નૃત્ય, સંગીત, નાટક, વાદ્ય વાદન, ચિત્રકળા સહિતની વિવિધ કલા સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે હાલ તેઓને થોડી રાહ જોવી પડશે.

👉 હવે તમામની નજર જિલ્લા યુવા વિકાસ કચેરી તરફ છે કે કલા મહાકુંભ માટે નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે.


📝 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ