જૂનાગઢમાં જિલ્લા પંચાયત ખાતે પીએનડીટી એડવાઇઝરી કમિટી મીટીંગ યોજાઇ હતી.

જૂનાગઢ

તા.૨૫ જુનના રોજ પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરમેનશ્રી ભાવનાબેન વૈશ્નવના અધ્યક્ષ સ્થાને એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી.બેઠકની શરુઆતમાં તમામ સભ્યોને આવકાર્યા બાદ કાર્યવાહી આરંભ કરવામાં આવી હતી. સૌ પ્રથમ સામાજિક જાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભૃણ જાતી તપાસ, ગર્ભપાત વગેરે સદંતર બંધ કરવા તેમજ જિલ્લામાં કાર્યરત હોસ્પિટલોમાં આકસ્મિક ઇન્સપેક્શન થાય અને પીસી એન્ડ પીએનડીટી એક્ટ.૧૯૯૪ નો અનલીકરણ સારુ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કમિટી દ્વારા સર્વાનુમત ઠરાવવામાં આવ્યો હતો.

તેમજ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ હોસ્પિટલોની પીસી એન્ડ પીએનડીટી કોડ ઓફ કન્ડક્ટ અમેન્ડમેન્ટ મુજબ ૯૦ દિવસમાં જાન્યુઆરી ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૪ સુધીમાં કરેલ ઇન્સપેક્શન કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતું.

વધુમાં દર ૯૦ દિવસે તમામ હોસ્પિટલોનું ઇન્સપેક્શન પુર્ણ થાય તે મુજૂ સચોટ આયોજન કરવું, અને ઇન્સપેક્શન દરમ્યાન કોઇ ક્ષતીઓ ધ્યાનમાં આવે તો યોગ્ય કાર્યવાહી કરવા કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ કમિટીમા પીએનડીટી કમિટીના ચેરમેન ભાવનાબેન વૈશ્નવ તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ એને સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)