જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. સમાજશાસ્ત્ર ભવનમાં નુતન શૈક્ષણીક સત્રથી સેમેસ્ટર-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ યુનિ.ભવનનાં મધ્યસ્થ ખંડમાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સમાજશાસ્ત્ર ડિપાર્ટમેન્ટનાં છાત્રોને આવકારી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી પ્રાસંગિક સંબોધનમાં વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યુ હતુ કે માત્ર ડિગ્રી ધારક બની ના રહેતા શિક્ષીત અને દિક્ષીત બની, ભણી-શિખી- જ્ઞાનવર્ધનનાં માધ્યમથી ઉતકૃષ્ઠ નાગરિક બની સમાજનું ભલુ થાય અને રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર બની રહેવુ
આ પ્રસંગે લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસ અને અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) ફિરોજ શેખે નવા વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનાં જીવનમાં શીક્ષણની મહત્તા સમજાવી યુનિ દ્વારા શૈક્ષણીક કાર્યોની વિગતો રજુ કરી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ આવકાર કાર્યક્રમમાં સૈાને આવકારી વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ભવન દ્વારા કાર્યરત અભ્યાસક્રમની વિગતો આપી હતી.તેમજ ભવન દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવતી વિવિધ શેક્ષણિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિ અંગે માહિતી આપી હતી. અને વિદ્યાર્થીઓને શિક્ષાર્થે પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પ્રો. પરાગ દેવાણી, પ્રો. ઋષિરાજ ઉપાધ્યાય, શ્રી એન.કે.ઓઝા, પ્રા. મહેશ બારૈયા, સહિત અધ્યાપકો, પીએચ.ડી સંશોધકો અને સમાજશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)