જૂનાગઢમાં ભગવાન પરશુરામજીની ભવ્ય આરતીનો આયોજીત કાર્યક્રમ🗓️

તા. 17 એપ્રિલ 2025 – ગુરુવાર


📍 રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, ગાંધીગ્રામ, જૂનાગઢ✍🏻

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, ચિરંજીવી ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસની આગાહી કરતા આજે જૂનાગઢ ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન દ્વારા આગામી **અખાત્રીજ (તા. ૨૯ એપ્રિલ)**ના રોજ યોજાનાર શોભાયાત્રા અને ઉત્સવને લઈ બ્રહ્મ સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


💫 ભવ્ય આરતી અને ભક્તિસભર માહોલ

રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભુવન ખાતે બપોર પછીથી ભક્તોનું જમાવડો શરૂ થયો હતો. સાંજના 7:30 વાગ્યે भगवान પરશુરામજીની આરતી અતિ ભક્તિભાવથી કરવામાં આવી હતી. અનેક બ્રહ્મ જ્ઞાતિજનો ભક્તિભાવ સાથે આરતીમાં હાજર રહ્યા હતા.


🍛 પ્રસાદરૂપે અલ્પાહારનું આયોજન

આરતી બાદ સર્વે ઉપસ્થિતજનો માટે પ્રસાદ રૂપે અલ્પાહારની વ્યવસ્થા કરાઇ હતી, જે ભક્તોએ ભાવપૂર્વક ગ્રહણ કર્યો.


🎉 અખાત્રીજના દિવ્ય અવસરે ભવ્ય શોભાયાત્રા

આ આરતી કાર્યક્રમ દ્વારા બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા તા. ૨૯/૦૪/૨૦૨૫ના રોજ યોજાનાર અખાત્રીજની શોભાયાત્રા અને ઉજવણીને લગતો ભાવિ કાર્યક્રમ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.


રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા આ સુંદર અને ભવ્ય આયોજনে ભાગ લેવા માટે સર્વે બ્રાહ્મણ સમાજના સભ્યોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.