જૂનાગઢ
જૂનાગઢના શ્રી યોગેશભાઇ પ્રાગજીભાઇ પરમાર તેમનું હોન્ડા સાઇન GJ-11-BD-6751 મો.સા. લઇ મધુરમથી યોગેશભાઇ જયશ્રી રોડ પર ઓનલાઇન ફોર્મ ભરવા ગયેલ, યોગેશભાઇ ફોર્મ ભરીને પરત આવે છે ત્યારે તેમનું હોન્ડા સાઇન મો.સા. ત્યાં ના હોવાથી તેમણે નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, હરસુખભાઇ સિસોદીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી CCTV ફૂટેજ ચેક કરતા યોગેશભાઇનું મો.સા. GJ-11-BD-6751 એક અજાણ્યો વ્યક્તિ લઇ જતો હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.
આથી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિને શોધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમનું મો.સા. GJ-11-SS-6596 યોગેશભાઇ ના બાઇક પાસે જ પાર્ક કરેલ આથી ભુલથી તેઓ યોગેશભાઇનું મો.સા. લઇ આવેલ જેનો ખ્યાલ નથી,પોતાની ભુલ બદલ તેમણે યોગેશભાઇની માફી માગી અને મો.સા. પરત કર્યુ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા મોં.સા. શોધી સહિ સલામત પરત અપાવતા યોગેશભાઇએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)