ભારત સરકાર દ્રારા Digital Agriculture ના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકેલ છે. ભારત સરકારશ્રીની સુચના મુજબ ખરીફ-૨૦૨૪ થી Agristack Project – DIGITAL CROP SURVEY સંપુર્ણ ગુજરાત રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ. આ યોજનાની ઝડપી અમલવારી તથા સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમીટી અને પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાની કમીટીની રચના કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં ખરીફ ઋતુમાં ડીજીટલ ક્રોપ સર્વેની એગ્રીસ્ટેક એપ્લીકેશન મારફત કુલ ૨૨૨૫૩૦ સર્વે નંબરમામાં વાવેતર કરેલ પાકનો સર્વે કરી ખેડુતો દ્રારા વાવેતર કરેલ પાકો તથા અન્ય વિગતો ઓનલાઇન કરવામાં આવેલ હતી. એગ્રી સ્ટેક ડીજીટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ માં મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, લેન્ડ રેકર્ડ વિભાગ વગેરે વિભાગો નું સપ્રમાણ પ્રતિનિધિત્વ જળવાય રહે તદ અનુસાર કામગીરી કરવાની હોય છે. હાલ ચાલુ રવી ઋતુ ૨૦૨૪-૨૫ માટે જૂનાગઢ જિલ્લામાં ખેડુતો દ્રારા વાવેતર કરવામાં આવેલ પાકો જેવા કે ઘઉં, ચણા, જીરૂ, ધાણા, ડુંગળી, લસણ, શાકભાજી, ઘાસચારો, બહુ વર્ષાયુ બાગાયતી પાકો વગેરે નો ડીજીટલ ક્રોપ સર્વે એપ્લીકેશન મારફતે સર્વે કરી ખેડુતોની હકીકત લક્ષી વિગતો એકઠી કરવાની થાય છે, જે કામગીરી તા.૩૧-૦૧-૨૫ સુધીમાં પુર્ણ કરવાની રહેશે.
(જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાવેતર થયેલ રવિ પાકની પરિપક્વતા ની અવસ્થાને આધારે કામગીરી પુર્ણ કરવાની સમય મર્યાદામાં ફેરફાર થવાની શક્યતા રહેશે.)
આ યોજના અંતર્ગત જિલ્લાનાં દરેક જમીન ખાતા નંબરના તમામ સર્વે નંબરનું ભારત સરકારશ્રી દ્રારા તૈયાર કરવામાં આવેલ મોબાઇલ એપ્લીકેશન દ્રારા Geo-tagging ફોટો સાથે વાવેતર કરેલ પાકોની વિગતો સર્વેયર મારફત એકત્રીત કરવાની થાય છે, સદરહું કામગીરી ગામનાં VLE/VCE કે અન્ય મોબાઇલ ટેકનોલોજીનાં જાણકાર વ્યક્તિ દ્રારા કરાવવાની થાય છે. આ સર્વે માટે કામ કરવા ઇચ્છુક ગામનાં ટેક્નોલોજીનાં જાણકાર અને ફીલ્ડ માં જઇ શકે તેવા વ્યક્તિ(સર્વેયર) ને એક સર્વે નંબરના સફળ સર્વે કરવા બદલ રૂપીયા ૧૦/- મેહેનતાણું આપવામાં આવશે. જેથી Agristack Project – DIGITAL CROP SURVEYની કામગીરી કરવા માંગતા ટેક્નોલોજી નાં જાણકાર વ્યક્તિએ જે તે તાલુકાની તાલુકા પંચાયતનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક(વિ.), જૂનાગઢ ની યાદી માં જણાવવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)