જૂનાગઢમાં રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમાં શોધી આપ્યો.

જૂનાગઢ

જૂનાગઢ ના શ્રી ગીતાબેન હસમુખરાય પંડ્યા આઝાદ ચોકથી મધુરમ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મધુરમ પાસે ઓટો રિક્ષામાંથી ઉતરતી વખતે તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો POCO કંપનીનો M6 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે ગીતાબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષામાં પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળેલ નહિ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા.ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા, હાર્દિકભાઇ સિસોદીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા ગીતાબેનનો મોબાઇલ ફોન મધુરમ નજીક પડેલ હોય તેવુ ધ્યાને આવેલ આથી પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ ચેક કરતા ગીતાબેનનો મોબાઇલ ફોન મધુરમ પાસે આવેલ દેશી ચુલ્હા રેસ્ટોરન્ટ પાસેથી મળી આવેલ, આમ પોલીસ સ્ટાફ દ્વારા મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત ગીતાબેન પંડ્યાને અપાવતા ગીતાબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)