જૂનાગઢમાં રૂ.૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.

જૂનાગઢ

જામનગર ના શ્રી જશપાલભાઇ બિંદેશ્વરી પ્રસાદ જૂનાગઢ ફરવા આવેલ આથી તેઓ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન પાસે ગીતા લોજ પાસે ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનો રૂ.૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ આથી આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પીએસઆઇ. પી.એચ.મશરૂ, એએસઆઇ.વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, નરેન્દ્રભાઇ દયાતર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા CCTV કેમેરાની મદદથી ચેક કરી ઓટો રિક્ષાના રજી નં. GJ-21-W- 1483 શોધી ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જશપાલભાઇ બિંદેશ્વરીપ્રસાદનો રૂ.૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)