જૂનાગઢમાં રૂ.૬૦,૦૦૦/- ની કિંમતની ક્રિકેટ કીટ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધી આપેલ.

જૂનાગઢ

માંગરોળ ના શ્રી અભીજીત પરસોત્તમભાઇ ગોહેલ રાજકોટ થી માંગરોળ બસમાં જતાં હતાં, માંગરોળ ખાતે બસમાંથી ઉતરી તપાસ કરતા તેમની રૂ.૬૦,૦૦૦/- ની કિંમતની ક્રિકેટ કીટ મળી આવેલ નહિ. આથી નેત્રમ શાખાને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એએસઆઇ.વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, ખુશ્બુબેન બાબરીયા, એન્જી. રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા

અભીજીતભાઇ ગોહેલ જે બસમાં બેસેલ તે બસનો રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદ થી બસનો રજી નં. GJ-18-Z-8664 શોધી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ બસ સ્ટેશન જઇ પૂછપરછ કરતા તે ક્રિકેટ કીટ બસ સ્ટેશન ખાતે જમા કરાવેલ હતી આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અભીજીતભાઇ ની ક્રિકેટ કીટ રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)