જૂનાગઢમાં રૂ.૮,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકમાં શોધી આપેલ.

જૂનાગઢ

વિસાવદરના શ્રી પરસોત્તમભાઇ નારણભાઇ ચોટલીયા જરૂરી કામ સબબ જૂનાગઢ આવી વિસાવદર પરત ફરતા હતા તે દરમ્યાન તેમનો Realme કંપનીનો મોબાઇલ ફોન ઇકો કારમાં ભુલાઇ ગયેલ આથી તેમણે નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, સુખદેવભાઇ કામળીયા, ખુશ્બુબેન બાબરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ઇકો કારના રજી નં. GJ-11-TT-7364 શોધી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઇકો કાર ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે જ હોવાનુ જણાવેલ આમ મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.વસુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)