જૂનાગઢમાં “વાણિજ્ય ક્ષેત્રમાં કારકિર્દીનાં અવસરો” વિષયે નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું.

જૂનાગઢ, તા. ૧૦ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાણિજ્ય અને મેનેજમેન્ટ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વિનીત વર્મા દ્વારા એસ.ઈ.ટી. મહિલા આર્ટ્સ, કોમર્સ, બીબીએ, બીસીએ અને સાયન્સ કોલેજ ખાતે “વાણિજ્ય ક્ષેત્રમાં કારકિર્દીનાં અવસરો” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું હતું.

વિશિષ્ટ વ્યાખ્યાનનો ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓને કોમર્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દી વિકલ્પો વિશે જાગૃતિ વધારવાનો રહ્યો હતો. આ કાર્યક્રમ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

ડૉ. વિનીત વર્માએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે કોમર્સના વિદ્યાર્થીઓ માટે હવે માત્ર પરંપરાગત નોકરીઓ નહીં, પરંતુ નવું વ્યાવસાયિક દિશા અને ડિજિટલ કૌશલ્યના આધારે અનેક તકઓ ઉપલબ્ધ છે. તેમને બોધ આપ્યો કે સફળ કારકિર્દી માટે વ્યૂહાત્મક આયોજન, સતત કૌશલ્યવર્ધન અને ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો માટે તત્પરતા અનિવાર્ય છે.

તેમણે વિદ્યાર્થીઓને નાણાકીય સેવાઓ, વહીવટ, કાયદા, ઉદ્યોગસાહસિકતા અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપી. ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્પષ્ટ લક્ષ્યાંક, કારકિર્દી પ્લાનિંગ અને નેટવર્કિંગ જેવા મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો.

કાર્યક્રમનું સંકલન શ્રીમતી હર્ષિતા સુવાને કર્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બરોએ આ કાર્યક્રમનો સક્રિય પ્રતિસાદ આપ્યો અને સમગ્ર સત્ર દિશાદર્શક સાબિત થયો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ