જૂનાગઢમાં વિશ્વ વારસા દિવસ નિમિતે ઓપેરા હાઉસમાં ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ, તા.૧૯ એપ્રિલ, દર વર્ષે વિશ્વ વારસા દિવસ તારીખ ૧૮,એપ્રિલના રોજ રંગેચંગે ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળ વારસાઈ સ્થળોના મહત્વ અને ભવિષ્યની પેઢીઓ માટે તેમનું રક્ષણ કરવાના મહત્વ વિશે જાગૃતિ આવે તે રહેલો છે. વારસાઈ અને ઐતિહાસિક સ્થળો આપણા સહિયારા સાંસ્કૃતિક અને કુદરતી વારસાનો મૂલ્યવાન ભાગ છે અને તેનું રક્ષણ અને જાળવણી કરવી તે આપણી સામૂહિક જવાબદારી છે.


જે અન્વયે ૪૩ મો આંતરરાષ્ટ્રીય વારસા દિવસ નિમિતે જૂનાગઢમાં સરદારબાગ સ્થિત ઓપેરા હાઉસ ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં નગરવાસીઓએ ‘જૂનાગઢનો સાંસ્કૃતિક અને કુદરતી વારસો’ ની થીમ આધારિત હાથ ભરતકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ વારસો અને કલાત્મકતાની ઉજવણી,પરંપરાઓનું જતન, સર્જનાત્મકતા ને પ્રોત્સાહન, શિક્ષણને પ્રોત્સાહન અને ડિઝાઇનરોને તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો હતો.


આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ મુખ્યત્વે જૂનાગઢના સુપ્રસિદ્વ સ્થળો જેમ કે ભવનાથ મંદિર, ઓપેરા હાઉસ, ગીર પર્વત, ગીર જંગલનું વન્યજીવન વગેરે વિવિધ વિષયો આધારિત વિવિધ પ્રકારનું ભરતકામ કર્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ