જૂનાગઢમાં સ્પેશિયલ એડવેન્ચર કોર્સના તાલીમાર્થીઓને મેયર ધર્મેશભાઈ પોસીયાની હસ્તે પ્રમાણપત્રોથી સન્માન!

જૂનાગઢ, તા. ૧૯ એપ્રિલ
રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સંચાલિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સ-૦૩નું સમાપન 19 એપ્રિલ 2025 ના રોજ જૂનાગઢ ખાતે યોજાયું. આ કોર્સમાં રાજ્યના 9 જીલ્લાઓથી વિવિધ ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણના ખડક ચઢાણની તાલીમ લીધી.

આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસીયા અને ડે. મેયર આકાશભાઈ કટારાના ઉપસ્થિતમાં, ચેરપર્સન સ્થાયી સમિતિ પલ્લવીબેન ઠાકર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળી સહિતની વિશિષ્ટ હસ્તીઓએ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા.

સમાપન કાર્યક્રમમાં ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ કાર્યક્રમને આવકારવાનું અને કે. પી. રાજપૂત દ્વારા કાર્યકાળનો પરિચય આપવામાં આવ્યો. જીલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળીએ કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા.

મેયર ધર્મેશભાઈ પોસીયાએ કહ્યું કે, “આ વર્ષની સ્પેશિયલ એડવેન્ચર કોર્સમાં સીનીયર અને જુની ઉંમરના શ્રેષ્ઠ પર્વતારોહકોને ભાગ લેવા માટે અભિનંદન પાઠવતા, તેઓ પ્રોત્સાહિત થયા છે.”

કાર્યક્રમના અંતે, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી, અને પરાગ પંડયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.

આ ખડક ચઢાણ સ્પેશિયલ એડવેન્ચર કોર્સમાં કે. પી. રાજપૂત, અંબર વિષ્ણુ, પ્રદીપકુમાર રાજસ્થાન, દશરથ પરમાર, અને પરેશ રાઠોડ જેવા માનદ ઇન્સ્ટ્રક્ટરોએ પણ મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડીઇ.


અહેવાલ: નરેન્દ્ર દવે, જગદીશ યાદવ, જૂનાગઢ