જૂનાગઢમા દાતાર ઉર્ષના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે જાહેરનામું.

જૂનાગઢ

જૂનાગઢ શહેર ખાતે આવેલ ઉપલા દાતાર તેમજ નીચલા દાતાર ખાતે ઉર્ષનો તહેવાર ઉજવવામાં આવનાર છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ આ ઉર્ષ દરમ્યાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ મુજબની મનાઈ અંગે ચરણસિંહ ગોહિલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જી.એ.એસ.ને મળેલ અધિકારની રૂએ તારીખ ૧૭-૯-૨૦૨૪ ના રોજ ૨૪.૦૦ કલાક સુધી જાહેરનામું લાગુ રહેશે.

ઉપલા દાતાર તરફ જતા તમામ માર્ગો પગદંડીઓ અને પગથિયા સહિત ઉપલા દાતાર પર જવા સારું ઉપલા દાતારના સમગ્ર ડુંગર વિસ્તારમાં વિલીંગ્ડન ડેમ સાઈટ અને જાહેર ઉદ્યાન સિવાય નીચે દર્શાવેલ અપવાદ સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશબંધી ફરમાવેલ છે એટલે ઉપરોક્ત વિસ્તારની અંદર કોઈ વ્યક્તિએ નીચે મુજબના અપવાદ અન્વયે અતિકૃત રીતે મળેલ લેખિત પરવાનગી સિવાય દાખલ થવું નહીં તેમજ હરવું ફરવું નહીં અને પરવાનગી વગર એ વિસ્તારોનો બીજી કોઈ રીતે ઉપયોગ કરવો નહી.

આ અંગે પ્રતિબંધિત વિસ્તારમાં જવા સારું ફરજ પરના એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિટ મેળવીને શરતો મુજબ વર્તનાર વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખો અને કલાકો ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારે કર્મચારી, અધિકારીશ્રીઓ તથા બંદોબસ્તના ફરજ પરના કર્મચારીશ્રીઓને લાગુ રહેશે નહી. આ હુકમનો ભંગ કરનાર BNS,કલમ-૨૨૩ હેઠળ કસૂરવાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)