“જૂનાગઢ: કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતોને જણસ વેચાણ ટાળવા માટે સૂચના”

જૂનાગઢ, 6 મે 2025:
કમોસમી વરસાદના આગાહીના પગલે જૂનાગઢ જિલ્લામાં કૃષિ પ્રધાને ખેડૂતોએ જન્સ (ઉત્પાદન) વેચાણ માટે લઈ જવાનું ટાળવા માટે સૂચના આપી છે. એપીએમસી અને ટેકાના ભાવે ખરીદ સેન્ટરોમાં ખરીદ જથ્થાની વ્યવસ્થા અંગે બેઠક યોજવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા એપીએમસી સેક્રેટરી અને સ્ટેટ લેવલ એજન્સી સાથે ઑનલાઈન બેઠક યોજી હતી. આ બેઠકમાં, એપીએમસીના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, જણસ સલામત રીતે સંગ્રહ કરવામાં આવ્યા છે.

કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા, ખેડૂતોએ સાવચેત રહેવા માટે જણસ વેચાણ ટાળવા અંગેની સૂચના આપવામાં આવી છે. 8 મે સુધી કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે, જેથી એપીએમસી સેન્ટરો અને ટેકાના ભાવે ખરીદી બંધ રહેવાની શક્યતા છે.

એપીએમસી અને ટેકાના ભાવે ખરીદી રોકાવાની શક્યતા હોવાથી, ખેડૂતોએ જણસ યોગ્ય રીતે સંગ્રહ કરી, તાડપત્રીથી ઢાંકી તેને સુરક્ષિત રાખવાનો ઉપાય અપાયો છે.

જિલ્લા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે, માવઠા પછી અને વાતાવરણ અનુકૂળ થવા પર જ જણસ વેચાણ માટે મોકલવા.

અહેવાલ :નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ