જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ડિપ્લોમા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ ૧૦ પછી ચલાવવામાં આવતા વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ માટે તા. ૨૬ જૂને ડિપ્લોમા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટીયાની અધ્યક્ષતામાં અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી જય.કે. ઠેસિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે સંશોધન નિયામક ડૉ. એ.જી. પાનસુરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન.બી. જાદવ, વિધાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. આર.બી. સોલંકી સહિત વિવિધ કોલેજોના ડીન અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

કુલપતિ ડૉ. ચોવટિયાએ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે નવી દિશા તરફ યોગદાન આપી, દેશના આર્થિક વિકાસમાં ભાગીદારી માટે પ્રેરિત કર્યા હતા. જય.કે. ઠેસિયાએ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવા જણાવ્યું હતું.

યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. વાય.એચ. ઘેલાણિયાએ પૉલિટેકનિકના ઇતિહાસ તથા પ્લેસમેન્ટ અને સિદ્ધિઓ વિશે જાણકારી આપી. કુલ ૧૪૮ જેટલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અંતે, બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. ડી.કે. વરુએ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બાગાયત મહાવિદ્યાલય અને પૉલિટેકનિકના સ્ટાફના સહયોગથી શક્ય બન્યું હતું.


🖊️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ