જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી જુગાર વિરોધી વિશેષ ડ્રાઇવ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. પટેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનાં કેરાળા ગામની સીમામાં આવેલી વાડીમાં દરોડો પાડી ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
🔹 પકડી પાડાયેલા જુગારીઓની યાદી :
૧. ભાર્ગવ મનસુખભાઇ ભુત (ઉ.વ. ૩૦, ઝાંઝરડા રોડ, શીલ્પ ઓપેરા એપાર્ટમેન્ટ)
૨. વિપુલ મનચુખભાઈ ભુત (ઉ.વ. ૩૭, શીલ્પ ઓપેરા એપાર્ટમેન્ટ)
૩. પ્રફુલ ધનજીભાઇ દેલવાડીયા (ઉ.વ. ૪૧, કેશોદ)
૪. ગીરીશ છગનભાઇ ભાલોડીયા (ઉ.વ. ૩૭, મોવાણા ગામ, કેશોદ)
૫. અમૃતલાલ સવજીભાઇ હદવાણી (ઉ.વ. ૫૩, મોવાણા, કેશોદ)
૬. જાકીરખાન અયુબખાન બેલીમ (ઉ.વ. ૩૨, કેશોદ)
૭. પ્રતીક મુકેશભાઇ કાથરોટીયા (ઉ.વ. ૩૫, શીલ્પ ઓપેરા એપાર્ટમેન્ટ, જૂનાગઢ)
૮. કિશોર નાનજીભાઇ મારવણીયા (ઉ.વ. ૫૪, શીલ્પ ઓપેરા એપાર્ટમેન્ટ)
૯. રતીલાલ અરજણભાઇ કોઠડીયા (ઉ.વ. ૫, શીલ્પ ઓપેરા એપાર્ટમેન્ટ)
૧૦. અનીલ વાલજીભાઇ હદવાણી (ઉ.વ. ૪૮, મોવાણા, કેશોદ)
🔹 કબ્જે લેવાયેલ મુદામાલ :
રોકડ રકમ : ₹૧,૦૫,૨૨૦/-
મોબાઇલ ફોન : ૧૦, કિ.રૂ. ૧,૬૧,૦૦૦/-
ફોર વ્હીલ કાર : ૨, કિ.રૂ. ૬,૫૦,૦૦૦/-
ગંજીપતાના પાના : ૫૨
પાથરણું : ૧
👉 કુલ મુદામાલ : ₹૯,૧૬,૨૨૦/-
🔹 કાર્યમાં સહભાગી અધિકારીઓ/કર્મચારીઓ :
પો. ઇન્સ્પેકટર : જે.જે. પટેલ
પો. સબ ઇન્સ્પેકટર : પી.કે. ગઢવી
એ.એસ.આઇ. : નિકુલ એમ. પટેલ, સામતભાઇ બારીયા
હેડ કોન્સ્ટેબલ : જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા, ભીખુભાઇ બી. મારૂ
કોન્સ્ટેબલ : ચેતનસિંહ સોલંકી, નિલભાઇ જમોડ, ભુપતસિંહ સીસોદીયા
આ કામગીરીને કારણે જિલ્લામાં ચાલી રહેલી જુગાર પ્રવૃત્તિઓને મોટો આંચકો લાગ્યો છે. આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ