જૂનાગઢ
શ્રીનાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, જૂનાગઢ દ્વારા ફક્ત જ્ઞાતિજનો માટે ઘણા વર્ષોથી નવરાત્રી દરમ્યાન પ્રતિક એક દિવસ નો નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, તે મુજબ ચાલુ વર્ષે તા.૫/૧૦/૨૪ ને શનિવારે રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી જ્ઞાતિ ની વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાસોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ રાસોત્સવમાં પ્રથમ કુળદેવી શ્રી કનકાઈ માતાજીની સ્તુતિ, આરતી, પ્રસાદ પછી બહેનો એ રાસ ગરબા ની રમઝટ બોલાવેલ તેમાં પુરુષો એ પણ રાસ લીધા હતા, બહેનો એ બેઠા ગરબાનો પણ આનંદ લુંટ્યો હતો,જ્યારે નાની બાળા કુ.માહી એસ. જોશી એ મહિષાસુર સ્તોત્રનું ગાન રજૂ કર્યુ હતું ત્યારે તાળીઓનાં નાદથી સૌએ બાળા ને પ્રોત્સાહિત કરેલ, અને છેલ્લે અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતાં, આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ એ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના મંત્રીશ્રી હિતેશભાઈ મોં.મહેતા એ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)