જૂનાગઢ ખાતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા શાસ્ત્રીય સંગીત શિબિર તાલીમનું આયોજન કરાયું.

જૂનાગઢ

જૂનાગઢ ખાતે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત સુગમ શાસ્ત્રીય સંગીત તાલીમ શિબિર નવોદિત કલાકારોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ્યથી યોજનાર છે.

શાસ્ત્રીય સંગીત શીખવા માગતા નવોદિત કલાકારો માટે ઉતમ તક

આ તાલીમ શિબિરમાં રૂચિ ધરાવતા ૬ થી ૩૫ વર્ષ ની ઉમરના યુવક અને યુવતીઓ નિયત અરજી ફોર્મ ભરી તાલીમ મેળવી શકશે. અરજી ફોર્મ જૂનાગઢ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવવાના રહેશે. આ અરજી ફોર્મ તારીખ ૧૦/૦૭/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)