1) જૂનાગઢ જિલ્લાના કેટલાયે ગામો ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીનો ભોગ બન્યા છે જમીન માપણી ભૂલ સુધારણા અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 છે જો આ અરજી છેલ્લી તારીખ સુધીમાં નહિ કરી હોય તો પછી ફ્રી માં અરજી કરી શકાશે નહીં માટે દરેક ખેડૂતે આ ફોર્મ ભરવું આવશ્યક છે
2) ચાલુ વર્ષે જે રીતે વર્ષોનો રેકોર્ડ તોડતી અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદ થયો એ મુજબ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સરકારે માફ કરવું જોઈએ તે માટેનું એક ફોર્મ અમે બનાવ્યું છે તે જૂનાગઢ જિલ્લાના પાક ધિરાણ લેતા એક એક ખેડૂતે ભરવું જોઈએ
3) આપણાં જ જિલ્લાના ઘેડ વિસ્તારમાં આપણાં ખેડૂતભાઇઓ વર્ષોથી પાણી ભરાઈ રહેવાની પીડા થી પીડાઈ રહયા છે તેનો કાયમી ઉકેલ આવે ઉપરોક્ત ત્રણેય મુદ્દે ગામેગામ જઈ જમીન માપણી અને પાક ધિરાણ માફીનું ફોર્મ ભરાવી શકે તેવા દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા 10 – 10 લડાયક યોદ્ધાઓની જરૂર છે
જો તમે ખેડૂતોની આ લડતમાં સહભાગી થવા માંગતા હોવ તો તમારું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખી તમારી વિગત અમને 9998511056 નંબર પર વોટ્સઅપ મેસેજ કરી આપશો આવનાર બે – ત્રણ દિવસમાં એક ઝૂમ મિટિંગ દ્વારા આપણે સૌએ કેવીરીતે કામ કરવું તે બાબતે આ મિટિંગમાં ચર્ચા કરી આ ઝૂમ મીટિંગ માં જોડાનાર તમામ યોદ્ધાઓને માર્ગદર્શન સાથે ઉપરોક્ત બન્ને ફોર્મ આપી તેઓ દરેક ખેડૂતોના ફોર્મ ભરાવી આપે ત્યારબાદ બધા જ ફોર્મ જિલ્લા કલેક્ટર સમક્ષ આપવા જવાનું આયોજન આવનાર દિવસોમાં કરવાનું હોય આપ સૌને નમ્ર નિવેદન છે કે આજે અત્યારે જ તમારી વિગત 9998511056 પર મોકલી આપશો.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)