જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ખાતે ભારત સરકાર ના ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહલ્લ એ લીધી મુલાકાત.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર રાણેશ્વર મંદિર ખાતે કેન્દ્ર સરકારના ઉડયન મંત્રી અને સહકારીતા મંત્રી અને પુણે ના સાંસદ મુરલીધર મોહલ રાણેશ્વર ખાતે ચાલી રહેલ 42 દિવસના સનાતન વૈદિક યજ્ઞોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે મહંત શ્રી મહેશગીરી બાપૂ ના આશીર્વાદ લેવા પધાર્યા હતા.
આજ રોજ તેઓ એ રાણેશ્વર મંદીર ખાતે વૈદિક વિધિ વિધાન થી સ્થાપિત અશોકસ્તંભ નું અનાવરણ કર્યું હતું.

મંત્રી એ જણાવ્યું હતું કે તેઓ દત્ત ઉપાસક છે.ભગવાન ગુરુદત્તાત્રેય પર તેમને અતૂટ શ્રદ્ધા છે તેઓ અનેક વખત ગિરનાર આવી ચુક્યા છે.મહંત મહેશગીરી બાપુ ના આશીર્વાદ એમના પર સદાય રહ્યા છે એવું પણ એમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા અને કેશોદ થી રોડ માર્ગે રાણેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં પહોચ્યા હતા.
પરત ફરતી વખતે મંત્રી એ કેશોદ એરપોર્ટ ના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)