જૂનાગઢ જિલ્લાના વડાલ મુકામે સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંમેલન નું આયોજન.

જૂનાગઢ

શ્રીકૃષ્ણ અને શ્રીવલ્લભના વિરોધમાં જે “મહારાજ” મુવી છે એનું રીલીઝ થતું અટકાવવા માટે પીયૂષ બાવાશ્રી, મોટી હવેલી, જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંમેલન નું શ્રી પુષ્ટિ સંસ્કાર ધામ, વડાલ ગામે તા. 23/06/2024, ને રવિવારે સવારે ૯:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના બધા આચાર્ય ગોસ્વામી બાલકો તથા સનાતની સાધુ ,સંતો- મહેતો ની ઉપસ્થિતી રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ: -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)