જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૦ સુધીમાં સીઝનનો ૯૨.૬૦% વરસાદ નોંધાયો.

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે વરસાદી સીઝન પૂરી થવા પહેલા જ જંગી વરસાદનો આંકડો નોંધાયો છે. તા. ૨૦/૦૮/૨૦૨૫ સુધીમાં જિલ્લામાં કુલ ૯૨.૬૦% જેટલો વરસાદ નોંધાયો છે.

📍 આંકડા મુજબ

  • ૧૦ તાલુકામાં મળીને કુલ ૬૪૫૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.

  • તેમાં સૌથી વધુ વરસાદ મેંદરડા તાલુકામાં ૯૭.૩૫% જેટલો વરસ્યો છે.

  • અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ રહ્યા છે.

📍 ડેમોની સ્થિતિ

  • જિલ્લામાં કુલ ૧૦ જેટલા ડેમ આવેલ છે.

  • હાલમાં તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.

  • સૌથી વધુ પાણીનો સ્તર ઓઝત–૨ ડેમમાં ૦.૬૦ મીટર નોંધાયો છે.

  • હાલમાં ઓઝત–૨ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ૩૬૬૪ ક્યુસેક પાણીનું આવક-જાવક પ્રમાણ નોંધાયું છે.

📍 પરિસ્થિતિ પર નજર

  • ભારે વરસાદ અને ડેમોની ભરાવ ક્ષમતાને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

  • નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા અપીલ કરાઈ છે.


✍️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ