જૂનાગઢ જિલ્લામાં ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ અન્વયેનું સુધારા જાહેરનામું.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, ધાબા, મંદિર, મસ્જિદ, વિશ્રામગૃહ તેમજ હોસ્પિટલો દ્વારા આઇ.વી.એફ.આર.ટી. પ્રોજેક્ટ હેઠળ www.indianfrro.gov.in/frro વેબસાઇટ પર નોંધણી અંગે જાહેરનામું તેમજ સમગ્ર જૂનાગઢ વિસ્તારમાં ઘરઘટીના નામ સરનામાં વગેરેની માહિતી નિયત સમયે પોલીસ સ્ટેશનને આપવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

તેમની કલમો અનુક્રમે “ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૪૪” શબ્દને બદલે “ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩” તથા “ભારતીય દંડ સંહિતાની કલમ-૧૪૪” શબ્દને બદલે “MNS,2023 ની કલમ-૨૩૩”. તેમજ “સી.આર.પી.સી. કલમ-૧૪૪” કે “ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪” શબ્દને બદલે “ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩” તથા “ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮” સબ્દોને બદલે “MNS,2023 ની કલમ-૨૨૩” શબ્દો વાંચવા પૂરતો સુધારો કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)