જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ધરાશાયી થયેલા ૪૭ વૃક્ષો દૂર કરી માર્ગ પૂર્વવત કરાયા.

જૂનાગઢ

ભારે વરસાદના પગલે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર ઝડપભેર અને સતર્કતા સાથે કામ કરી રહ્યું છે, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ૪૭ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ૪ વૃક્ષો ધરાશાયી થયા હતા. તંત્ર દ્વારા આ તમામ વૃક્ષોને દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શનમાં હેઠળ વહીવટી તંત્ર ભારે વરસાદથી પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભારે વરસાદના પગલે થયેલ કામગીરીની સમીક્ષાઓ પણ કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન, વન વિભાગ ઉપરાંત કોર્પોરેશન દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષોને જેસીબી સહિતના સાધનો દ્વારા ત્વરિત દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)