જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થાના હેતુથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
જિલ્લામાં આવેલ હોટલ, ધાબા, આશ્રમો, મંદિર, મસ્જિદ, રિસોર્ટ સહિત તમામ રહેવા માટેની જગ્યાઓએ રોકાણ કરનાર યાત્રાળુઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી
તમામ સ્થળોએ આવનાર રાજ્ય, દેશ અને વિદેશથી આવેલા યાત્રાળુઓની વિગતો www.indianfrro.gov.in/frro વેબસાઈટ પર Form C માં એન્ટ્રી કરવી પડશે
નોંધણી બાદ મળેલી માહિતીની પ્રિન્ટ કઢાવી સંચાલકે સહી-સિક્કા સાથે એક નકલ પોતાના રેકર્ડમાં રાખવી અને બીજી નકલ ઝાંઝરડા રોડ સ્થિત SOG કચેરીમાં મોકલવી
દરેક સ્થાને મુસાફરોના સચોટ પુરાવા લેવાનાં રહેશે, અજાણ્યા લોકોના પ્રવાસનો હેતુ પણ ખાસ નોંધવો ફરજિયાત
તમામ હોટલો અને સંસ્થાઓએ સી.સી.ટી.વી. કેમેરાના ત્રણ માસના બેકઅપ સહિત યાત્રાળુઓના સ્થળાંતરની વિગતો મેન્યુઅલ રજીસ્ટરમાં પણ રાખવી ફરજિયાત
સ્કૂલ-કોલેજોમાં વિદેશી વિદ્યાર્થી કે ફેકલ્ટી આવે તો www.indianfrro.gov.in/frro/Form A પર એન્ટ્રી કરવી પડશે
તમામ રજીસ્ટર અને ડેટા તાત્કાલિક તપાસ માટે તંત્રને આપવા ફરજિયાત રહેશે
માહિતીની નોંધણી સાથે https://pathik.guru પોર્ટલ પર પણ એન્ટ્રી કરવી ફરજિયાત
કોઇપણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલની જાણ SOG શાખા, સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમમાં તાત્કાલિક કરવાની રહેશે
ઓનલાઈન એન્ટ્રીમાં તકલીફ પડે તો એલઆઈબી શાખા, પોલીસ અધિક્ષક કચેરી, જુનાગઢનો સંપર્ક કરવા જણાવાયું
આ જાહેરનામું ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે, ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ