જૂનાગઢ જિલ્લામા ટ્રાન્સપોર્ટ કેટેગરી, ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનના ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઇ-ઓકસન પ્રક્રિયા હાથ ધરાશે.

જૂનાગઢ

આર.ટી.ઓ જૂનાગઢના કાર્યક્ષેત્રના તમામ વાહન માટે નોન ટ્રાનેસપોર્ટમાં ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ11-CR, ફોર વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ11-CQ તેમજ ટ્રાન્સપોર્ટ વાઅનો માં GJ11-VV બાકી રહેલા નંબરોનું રી-ઓક્શન કરવામાં આવનાર છે.

આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન તા.૧૭-૦૯-૨૦૨૪ના રોજ ૪ કલાકે શરૂ થશે. અને તા.૧૯-૦૯-૨૦૨૪ના રોજ ૪ કલાકે બંધ થશે. પસંદગીના વાહન નંબર મેળવવા માટે ઈ-ઓકશન તા.૧૯-૦૯-૨૦૨૪ના રોજ ૪ કલાકે પ્રારંભ થશે અને તા.૨૧-૦૯-૨૦૨૪ના રોજ ૪ કલાક પૂર્ણ થશે.
ગોલ્ડન નંબર- ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦ અને ૯૯૯૯નો સમાવેશ થાય છે. જેમા ટુ-વ્હીલર માટેની ફી રૂ. ૮૦૦૦ તેમજ ફોર વ્હીલર માટેની ફી રૂ. ૪૦,૦૦૦ રહેશે.

સિલ્વર નંબર – ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮, ૧૮૧૮, ૧૮૮૧, ૨૦૦૦, ૨૩૪૫, ૨૫૦૦, ૨૭૨૭, ૨૭૭૨, ૩૦૦૦, ૩૪૫૬, ૩૬૩૬, ૩૬૬૩, ૪૦૦૦, ૪૪૫૫, ૪૫૪૫, ૪૫૫૪, ૪૫૬૭, ૫૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૫૪૫૪, ૬૦૦૦, ૬૩૩૬, ૬૩૬૩, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮, અને ૮૧૮૧નો સમાવેશ થાય છે. જેમા ટુ-વ્હીલર માટેની ફી રૂ. ૩૫૦૦ તેમજ ફોર વ્હીલર માટેની ફી રૂ. ૧૫,૦૦૦ રહેશે.

ઉપર દર્શાવેલ સિરીયલ નંબર (૧) અને (૨) સિવાયના નંબરના વાહનો માટેની ફી જેમા ટુ-વ્હીલર વાહનો માટેની ફી રૂ. ૨૦૦૦ તેમજ ફોર વ્હીલર વાહનો માટેની ફી રૂ. ૮,૦૦૦ રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે https://fancy.parivahan.gov.in પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરીપત્રક્રમાંક: નંબર આઈ.ટી./પસંદગી નંબર/ online Auction/૭૪૨૧, તા. ૧૨/૧૦/૨૦૧૭ ના Appendix-A ની સૂચનાઓ મુજબ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો રેહશે.
પસંદગી નંબર મેળવવા માટેની અરજી સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માથી એક જે વહેલું હોઈ તે તારીખથી સાત દિવસની અંદર રજૂ કરવાની રેહશે. આવી અરજી, અરજી કાર્યની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં તો અરજી તારીખથી ગણતા ૬૦ મા દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રિંગ ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ (પાંચ) દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ ( base price ) જપ્ત કરી, જે તે નંબરની ફરી વાર હરાજી કરવામાં આવશે.

ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રેહશે. અસફળ અરજદારશ્રીને રિફંડ માટેની હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી Net banking, Credit/Debit card થી ચૂકવણું કર્યું હોય તે જ mode થી નાણા અરજદારશ્રીને ખાતામાં SBI-EPay દ્વારા પરત કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)