જૂનાગઢઃ
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર માં ફાયર વિભાગ અને કેશોદ નગર પાલિકા ની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમા અસંખ્ય ઇમારતો એન ઓ સી વગરની તો તમામ રેસ્ટોરન્ટ પણ રામ ભરોસે અને તંત્ર કોઈ મોટી ઘટના ની રાહ માં હોય તેવું જણાઈ આવ્યું..
હાલ રાજકોટ ની ઘટનાએ સમગ્ર ગુજરાત ને હચમચાવી દીધું છે.
કેશોદ નગર પાલિકા અને ફાયર વિભાગ નાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.હવે સમગ્ર ગુજરાત નું તંત્ર હરકત માં આવ્યું છે ત્યારે કેશોદ ફાયર વિભાગ અને નગર પાલિકા એ બોધ પાઠ લઈ કામગીરી નો શુભારંભ કર્યો..પણ કહેવત છે કે પાલિકા ની ઘોડી પાદર સુધી જ હોય તેમ હાલ ગામ માં એવી ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ બધુજ 4 તારીખ સુધીજ હશે જ્યારે ચૂંટણી નું રિઝર્ટ આવી જશે એટલે તંત્ર અને લોકો બધું જ ભૂલી જશે….
શુ આમાં કોઈ ને સુરત ,મોરબી,બોટાદ ની ઘટના ઓ યાદ નહિ આવતી હોય..
રાજકોટ ની ધટના બાદ અમારી JK ન્યૂઝ ટીમ દ્વારા કેશોદ શહેર ખાતે અલગ અલગ જગ્યા પર રિયાલિટી ચેક કરતા એનેક દૃશ્યો સામે આવ્યાં છે જ્યા ઘણી જગ્યાએ એન ઓ સી નથી તો ઘણાજ બહુમાળી બિલ્ડીંગો, શોપિંગ મોલ,સ્કૂલો,ગામ ની વચ્ચે મોટા ભંગાર ના ડેલાઓ,અને રહેવા માટેના ગેસ્ટ હાઉસો, ગામ બહાર જમવાની મોટી હોટલોમાં ઘણી જગ્યાએ ફાયર સેફ્ટી નાં સાધનોજ જોવા નાં મળ્યા તો શું આ તંત્ર ને ધ્યાને નહિ હોય….?
રાજકોટ ની ઘટના બાદ સરકાર સફાળી જાગી છે ત્યારે આવી ઘટનામા વધારે લોકો બચી શકે તે માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે કેશોદ નગર પાલિકા અને ફાયર વિભાગ હજુ શરૂઆત ક્યાંથી કરવી એ વિચારી રહ્યા છે..
ક્યાંથી શરૂઆત કરવી એ પણ એક મહત્વ નો મુદ્દો છે..
કેટલીક હોટલો અને રેસ્ટોરન્ટ ની તપાસ કરી જ્યા એક પણ ફાયર સેફ્ટી નાં સાધનો જોવા મળ્યા નથી તો આ કોની રહેમ નજર હેઠળ આ ચાલતું હતું કેમ કે કર્મચારીઓ બધીજ હોટલ માં પરિવાર સાથે જમવા જતાજ હોય પરંતુ આજ સુધી આવી ઘટનાઓ વિશે આગોતરા વિચાર કરી ચાલતા અધિકારીઓ ની ખાસ જરૂરિયાત છે, કેમ કે જાડી ચામડી ના બનેલા અધિકારીઓ હવે કોઈ પણ ઘટના બને ત્યારે બાદ કામ કરે છે તો જોવાનું એ રહ્યું કે આનું ચેકીંગ કોણ કરતું હશે. કેશોદ માં જોતા જ મસ મોટા રેસ્ટોરન્ટ નાં કિચન માં જ્યા ત્યાં ગેસ ની બોટલો જોવા મળી હતી પણ ત્યાં એક પણ ફાયર સેફ્ટી બોટલ જોવા ન મળી અને જ્યાં છે ત્યાં કોઈ ને ખબર પણ નથી કે આગ લાગ્યા બાદ આનો ઉપયોગ કેવી રિતના કરવો તો આ મુદ્દો ચાલયોજ છે ત્યારે ફાયર વિભાગ ને પણ વિનંતી કે આવનારા સમય માં લોકો વચ્ચે અવરનેશ માટે ફક્ત લટકાવી રાખેલી બોટલો ને કેમ ઉપયોગ કરવો તે પણ અલગ અલગ વિસ્તાર માં લોકો જાગૃતિ માટે કોઈ પણ આ કામ સહેલાઇ થી કરી શકે તે માટે તેમને આ બાબતો સાધનો સાથેની સમજણ આપવામાં આવે તો ઘણોજ લોકો દ્વારા સહકાર મળશે હાલ રાજકોટ ની ઘટના કે કોઈ પણ ઘટના માં લોકો ને કોઈ પણ વસ્તુ ને કેમ ચલાવવી એ ખબર ના હોય તો તે વ્યક્તિ એકજ કામ કરે છે શું..
કોઈ પણ મોટી કે નાની ઘટનાઓ માં લોકો છેટે થી શૂટિંગ કરી સ્ટેટ્સ મુકવા સિવાય માનવતા નામ ની કોઈ ચીજ રહી જ નથી..
લોકો માં એકજ ડર છે કે આપણે કોઈ ઝંઝટ માં પડવુંજ નથી કોઈ હિંમત વાળો હશે તો મોબાઈલ કાઢી શૂટિંગ કરશે અને સ્ટેટસ માં મુકશે આ જોતા જો લોકો ને ફાયર સેફટી કઈ રિતના ઉપયોગ લઈ શકાય એ ખબર હોય તો તે માં કામે લાગી જાય પરંતુ ખબર હોયતો ને આ બાબતો પર થોડું ધ્યાન આપે તો ઘણાજ લોકો માં જાગૃતિ આવશે, ગત રોજ નગર પાલિકા ખાતે જતા જ કેશોદ ફાયર વિભાગ અને નગર પાલિકા એક બીજાં પર ખો આપી પોતાનાં કામથી છટકતા જોવા મળ્યા હતા. સરકાર થોડા દિવસ માટે ગમે તેવાં નાટકો કરી લેશે પણ લોભિયા અઘિકારીઓ નાં પાપે અન્તે તો ભગવવાનો વારો તો નિર્દોષ પ્રજાનોજ છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)